Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsજામસાહેબને 'ભારત રત્ન' આપો : રાજયસભામાં સાંસદ કેશરીદેવસિંહજીની દરખાસ્ત

જામસાહેબને ‘ભારત રત્ન’ આપો : રાજયસભામાં સાંસદ કેશરીદેવસિંહજીની દરખાસ્ત

મોરબી : રાજ્યસભામાં રાજયસભામાં સાંસદ કેશરીદેવસિંહજીએ પોતાના વક્તત્વ દરમિયાન નવાનગર(જામનગર)ના રાજવી જામ સાહેબ નેક નામદાર શ્રી દિગ્વિજયસિંહજી જાડેજાને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર “ભારત રત્ન”એનાયત કરવાની માંગ કરી હતી.

શ્રી જામસાહેબે સ્વતંત્રતા ચળવળ સમયે સૌરાષ્ટ્રના ૨૧૭ રજવાડાઓને એકઠાં કરવાની જવાબદારી નિભાવી હતી, ભારતીય આર્મીમાં તેમનું યોગદાન, સોમનાથ મંદિરના પુન:નિર્માણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન માનવીય ધર્મ નિભાવીને પોલેન્ડના નિરાશ્રિત બાળકોને આશ્રય આપ્યો હતો.

ઈઝરાયેલ અને પોલેન્ડ જેવા દેશોએ તેમના સદ્કાર્યોની સ્મૃતિમાં સન્માન અર્પણ કર્યું છે. દેશ માટે અનેક રીતે યોગદાન આપનાર શ્રી જામસાહેબને “ભારત રત્ન” એનાયત થાય, એ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવાન્વીત ક્ષણ હશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments