Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં અનેકવિધ મુદ્દાઓ ઉપર...

મોરબી મનપાની સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં અનેકવિધ મુદ્દાઓ ઉપર તલસ્પર્શી ચર્ચા

વિવિધ વિકાસ કામો, જનભાગીદારી હેઠળ સોસાયટીમાં થનાર પાણી અને ડ્રેનેજના કામો, 15માં નાણાપંચની ગ્રાન્ટ, ભળેલા ગામોનો વેરો સહિતના મુદ્દાઓ ચર્ચાયા

મોરબી : મોરબી મહાપાલિકાની સંકલન બેઠક આજે યોજાઈ હતી. જેમાં વિવિધ વિકાસ કામો, જનભાગીદારી હેઠળ સોસાયટીમાં થનાર પાણી અને ડ્રેનેજના કામો, 15માં નાણાપંચની ગ્રાન્ટ, ભળેલા ગામોનો વેરો સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે મોરબી મહાપાલિકાની સંકલન બેઠકમાં ઘણા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા સ્વભંડોળના કામો, નવી ગ્રામ પંચાયતમાં થનાર નાણાપંચના કામો, જનભાગીદારી યોજના હેઠળ વિવિધ સોસાયટીમાં કરવામાં આવનાર પાણી અને ડ્રેનેજના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે વિભિન્ન ગ્રામ પંચાયત જે મહાપાલિકામાં જોડાઈ છે તેમાં એસેસમેન્ટ કઈ રીતે પૂર્ણ કરવુ તે અંગે પણ ચર્ચાઓ થઈ હતી. આ સાથે નવી ભળેલી ગ્રામ પંચાયતની 15માં નાણાપંચની ગ્રાન્ટ વિકાસ કમિશનર દ્વારા જિલ્લા પંચાયત મારફત અપાશે. જેમાં રૂ.4.76 કરોડ તબક્કાવાર મહાપાલિકાને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. કઈ રીતે ગ્રાન્ટ વાપરવી તેનું ગ્રામ પંચાયતોએ આયોજન કરી લીધું છે.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું કે બેઠકમાં તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા થઈ હતી. સફાઈ અંગે પણ ચર્ચાઓ થઈ છે. જે ગ્રામ પંચાયત મહાપાલિકામાં ભળી છે તેની 15માં નાણાપંચના ગ્રાન્ટ અંગે ચર્ચા થઈ છે. હાઉસ ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. તેમાં ઘણી મિલકત બાકી છે. ગ્રામ પંચાયતમાંથી આવેલી મિલ્કતો પર મહાપાલિકાના નિયમ મુજબ વેરો લેવો કે પંચાયતના નિયમ મુજબ ? આ મુદ્દે ચર્ચા થઈ હતી. રવાપર રોડ અને બોરીયા પાટીના તળાવ બ્યુટીફિકેશનના કામ અંગે પણ ચર્ચા થઈ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments