Monday, August 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકા દ્વારા જનભાગીદારી યોજના હેઠળ રવાપર વિસ્તારમાં સી.સી. રોડના વિકાસકામનું ખાતમુહૂર્ત...

મોરબી મહાનગરપાલિકા દ્વારા જનભાગીદારી યોજના હેઠળ રવાપર વિસ્તારમાં સી.સી. રોડના વિકાસકામનું ખાતમુહૂર્ત કરાયું

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અને સ્થાનિક રહીશોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવાના આશયથી જનભાગીદારી યોજના અંતર્ગત મહત્વપૂર્ણ વિકાસકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રવાપર વિસ્તારમાં આવેલ વૈભવલક્ષ્મી સોસાયટીથી એન્જલ હાઈટ્સ સુધીના માર્ગ પર નવ-નિરમાણ પામનાર સી.સી. રોડનું ખાતમુહૂર્ત મોરબી મહાનગરપાલિકાના મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણીના વરદ હસ્તે અને ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.

આ ખાતમુહૂર્ત પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયંતીભાઈ પંડસુબીયા તેમજ બાંધકામ સમિતિના ચેરમેન રવિન્દ્રભાઈ સનાવડા વોર્ડ નંબર ૧૧ ના કોર્પોરેટરશ્રીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રવાપર વિસ્તારના સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી આવતી માંગણી અને જરૂરિયાતને ધ્યાને રાખીને વૈભવલક્ષ્મી સોસાયટીથી એન્જલ હાઈટ્સ સુધીના અંદાજે ૧૮૫ મીટર લંબાઈ ધરાવતા માર્ગ પર સી.સી. રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ માર્ગનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાથી વિસ્તારના રહીશો તેમજ રાહદારીઓ અને વાહનચાલકોને સુગમ, સુરક્ષિત અને સુવિધાયુક્ત આવન-જાવનની શ્રેષ્ઠ સુવિધા પ્રાપ્ત થશે. આ સી.સી. રોડ બનવાથી સમગ્ર રવાપર વિસ્તારના માળખાકીય વિકાસને વધુ વેગ મળશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments