Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ

મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ

મણી મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા આયોજન હાથ ધરાશે- કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી

મોરબીમાં કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા પ્રવાસન યાત્રાધામોના વિકાસ કામોની ચર્ચા વિચારણા તેમજ સમીક્ષા અન્વયે બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ યાત્રાધામોના વિકાસ કાર્યો અંગે કલેક્ટરશ્રીએ વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

 

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રવાસન સ્થળોના વિકાસ પર વિશેષ ભારત આપવામાં આવી રહ્યો છે અને તેના માટે અલાયદી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. મોરબી જિલ્લાને વધુ એક પ્રવાસન સ્થળ મળે તે માટે મણી મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે જે માટે ટૂંક સમયમાં યોગ્ય આયોજન પણ હાથ ધરવામાં આવશે.

 

આ ઉપરાંત મોરબી જિલ્લાના અન્ય કેટલાક પ્રવાસન સ્થળોને પણ વિકસાવવા ત્યાં પાર્કિંગ સ્વચ્છતા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટેની સૂચના સંબંધીત અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રીએ આપી હતી.

 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ વંન સંરક્ષકશ્રી સુનિલ બેરવાલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેરશ્રી દિવ્યેશ બાબરવા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments