Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ મોરબી જિલ્લામાં અગ્રિમ ક્ષેત્રોના વિકાસ માટે વર્ષ ૨૦૨૬-૨૭ ની...

કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ મોરબી જિલ્લામાં અગ્રિમ ક્ષેત્રોના વિકાસ માટે વર્ષ ૨૦૨૬-૨૭ ની સંભવિત ધિરાણ માટેની યોજનાની સમીક્ષા કરી તેનું વિમોચન કર્યું

મોરબી જિલ્લા માટે નાબાર્ડ દ્વારા સંભવિત ધિરાણ માટે અંદાજીત રૂ. ૨૬,૪૩૪.૪૯ કરોડનું મૂલ્યાંકન કરાયું

મોરબી જિલ્લા માટે નાબાર્ડ ગુજરાત પ્રાદેશિક કાર્યાલય દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે તૈયાર કરાયેલ સંભવિત ધિરાણ માટેની યોજના (PLP)ની મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ સમીક્ષા કરી હતી અને કલેક્ટરશ્રી  હસ્તે આ ધિરાણ યોજનાનું વિમોચન કરી આયોજન જાહેર કરવામાં આવ્યું હતું.

 

મોરબી નાબાર્ડના DDM શ્રી આદિત્ય નિકમે લીડ બેંક યોજનામાં PLPનું મહત્વ અને જિલ્લાની ક્રેડિટ પ્લાનિંગ પ્રક્રિયાને વેગ આપવામાં નાબાર્ડની સંભવિત ધિરાણ માટેની યોજના (PLP) ભૂમિકા વિશે માહિતી આપી હતી.

 

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટે મોરબી જિલ્લામાં અગ્રિમ ક્ષેત્રોના વિકાસ માટે સંભવિત ધિરાણ માટે અંદાજીત રૂ. ૨૬,૪૩૪.૪૯ કરોડનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ, MSME અને અન્ય પ્રાથમિક ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આ મૂલ્યાંકન કરાયેલી સંભાવનાઓને જિલ્લા ધિરાણ યોજના (DCP) માં સમાવિષ્ટ કરવામાં આવશે અને જિલ્લામાં કાર્યરત તમામ બેંકો માટે વાર્ષિક ધિરાણ લક્ષ્ય નિર્ધારિત કરી તેને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

 

આ કાર્યક્રમમાં મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ. જે. ખાચર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, અને ડેપ્યુટી કલેક્ટરશ્રી ઉમંગ પટેલ, મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવત, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી વિપુલ સાકરીયા, લીડ બેંક ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM)શ્રી સાકીર છીપા અને જિલ્લા વહિવટી તંત્રના સબંધિત વિભાગો તથા બેંકના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments