ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ટંકારા પડધરી વિધાનસભામાં વિકાસ કામો કરવામાં સતત સક્રિય
ટંકારા પડધરી વિધાનસભા વિસ્તાર માટે વિકાસના અનેક મહત્વના કાર્યોને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની રજૂઆતના પગલે કુલ અંદાજિત રૂ. 15.68 કરોડની રકમ વિવિધ માર્ગ અને સ્ટ્રીટ લાઈટના કામો માટે ફાળવવામાં આવી છે.
મંજૂર થયેલા વિકાસ કાર્યો અને ફાળવાયેલ રકમમાં એસ.પી. રોડ એડન ગાર્ડનથી બોરિયા પાટિયા નાળા સુધીનો રોડ, નાની વાવડીથી નંદીઘર પંચાસર રોડ સુધીનો રોડ , નાની વાવડીથી નંદીઘર પંચાસર રોડ સુધી સ્ટ્રીટ લાઈટનું કામ, લીલાપર ચોકડીથી બોરિયા પાટિયા નાળા સુધીનો રોડ, દલવાડી સર્કલથી પંચાસર રોડ માટે કુલ ૧૫.૬૮ કરોડ રૂપિયા વિકાસના કામો માટે મંજૂર થયા છે.
આ રીતે ટંકારા પડધરી વિધાનસભા વિસ્તારમાં માર્ગ સુવિધા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે મોટી રકમ મંજૂર થતાં સ્થાનિક નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ આ વિકાસ કાર્યો માટે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.








