વાંકાનેર : રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાની ગ્રાન્ટમાંથી વાંકાનેર તાલુકાના ગારીયા ગામે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમા ગારીયા સરપંચ પુષ્પરાજસિંહ વાળા સહીત આગેવાનોની હાજરી રહી હતી. ગામના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બનનાર આ કોમ્યુનિટી હોલથી ગારીયા ગામના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે. સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો દ્રારા સાંસદ પ્રત્યે આ વિકાસાત્મક ગ્રાન્ટ માટે આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. તેમ યાદીમાં જણાવાયું છે.












