Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે 1 ફેબ્રુઆરીથી...

મોરબી જિલ્લામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે 1 ફેબ્રુઆરીથી ટેન્ડર ભરી શકાશે

મોરબી : મોરબીના ટુ-વ્હીલર માટે GJ36 BC તથા ફોર વ્હીલર માટે GJ36 BB સીરીઝના નંબર માટેની ટેન્ડર પ્રક્રીયા તા:-૦૧/૦૨/૨૦૨૬થી શરૂ થનાર છે. તા. ૦૧/૦૨/૨૦૨૬ થી તા. ૦૭/૦૨/૨૦૨૬ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૦૭/૦૨/૨૦૨૬ થી તા. ૦૯/૦૨/૨૦૨૬ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તા. ૦૯/૦૨/૨૦૨૬ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે

મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી ૨ (બે) દિવસમાં મોરબી એઆરટીઓ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે તેમજ બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા મોરબી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments