Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiબાકી વેરો ન ભરનાર 8 આસામીઓની મિલકત સિલ કરતી મહાપાલિકા

બાકી વેરો ન ભરનાર 8 આસામીઓની મિલકત સિલ કરતી મહાપાલિકા

મોરબી : મોરબી મહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા જે આસામીઓ દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો હોય તેને વોરંટ બજવણી અને સીલીંગ કામગીરી પ્રતિ શુક્રવારે હાથ ધરવામાં આવે છે. આ કામગીરી અંતર્ગત ગઈકાલે કુલ 20 જેટલા બાકીદારોના સ્થળ પર જઈ મિલકત વેરા શાખાના કર્મચારીઓએ વોરંટ બજવણી અને સીલીંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં 8 બાકીદારોની મિલકત સીલ કરવામાં આવી છે, અન્ય 6 બાકીદારોએ સ્થળ પર જ રોકડ રકમ તેમજ ચેક દ્વારા મિલકત વેરો ભરપાઈ કરી આપ્યો હતો.

જે મિલકત ધારકોની મિલકત મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવતી હોય મિલકત વેરો ભરપાઈ કરવાનો બાકી હોય તેમને સત્વરે મિલકત વેરો મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ગાંધી ચોક તથા સિવિક સેન્ટરે સવારે 10:30થી સાંજે 6: 10 તથા 11 ક્લસ્ટર ઓફિસ ખાતે રજાના દિવસો સિવાય સવારે 10:30 થી 1:30 સુધી મિલકત વેરો ભરી શકાશે.

ઉપરાંત હાલ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અરજદાર દ્વારા ઓનલાઈન વેબસાઈટ તથા મોબાઈલ એપ્લીકેશનથી વેરો ભરવામાં આવે છે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5.00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્વારા હાલે કુલ 11 કલસ્ટર ઓફીસમાં ટેકસ ભરપાઈ કરવામાં આવશે તેમજ હાલ મહાનગરપાલિકામાં રૂમ નં-9માં POS મશીન દ્વારા અરજદારનો મિલકતવેરો લેવાનો શરૂ કરેલ છે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે છે. તેમજ હાલે ટેકસ શાખા દ્વારા 1200 જેટલા બાકીદારને માંગણા નોટીસ આપવાની કામગીરી શરૂ હોય ટુંક સમયમાં ટેકસ શાખા વોરંટ બજવણી કરી વેરો ન ભરનાર મિલકત ધારકની મિલકત સીલ કરવામાં આવશે.

મહાનગરપાલિકાની https://mmegujarat.in/ વેબસાઈટમાંથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે, જે એપ્લીકેશન Play Store પર જઈ Morbi Municipal Corporation લખતા મોરબી મહાનગરપાલિકાના લોગો વાળી એપ્લીકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટીટેકસ અને વ્યવસાયવેરોમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકતવેરો અને વ્યવસાયવેરો ઓનલાઈન સરળતાથી ભરી શકાશે. હાલ મોરબી મહાનગરપાલિકા દ્વારા ડેવલપ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા બહોળા પ્રમાણમાં અરજદારો એ પ્રોપટીટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments