મોરબી: શહેરના સુઆયોજિત વિકાસ તરફ આગળ વધતા મોરબી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના ‘ઈમ્પેક્ટ ફી’ કાયદા (GRUDA-2022) હેઠળ મોરબીમાં અત્યાર સુધીમાં ૯૬ જેટલા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
નગર નિયોજક દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, મોરબીમાં હાલ GDCR-2017 અને GRUDA-2022 હેઠળ બાંધકામ પરવાનગીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત:
- ડેવલપમેન્ટ પરવાનગી: કુલ ૬૦ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.
- ગેરકાયદેસર બાંધકામ નિયમિત (Impact Fee): કુલ ૯૬ અરજીઓને મંજૂરી આપી બાંધકામો રેગ્યુલાઇઝ કરાયા છે.









