Friday, February 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરાશે

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરાશે

બાળકો માણશે લક્ઝરી કારની શાહી સવારી

મોરબી: દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા અને સંસ્કારના સમન્વય સમાન ‘યંગ ઈન્ડિયા ગ્રુપ’ દ્વારા વેલેન્ટાઈન ડેને “વાત્સલ્ય દિવસ” તરીકે ઉજવવાનો પ્રેરણાદાયી સંકલ્પ કરવામાં આવ્યો છે. આવતીકાલે ૧૪ ફેબ્રુઆરીના રોજ મોરબીના આંગણે સરકારી શાળાના ભૂલકાઓ માટે એક યાદગાર દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેવાયજ્ઞ અંતર્ગત સરકારી શાળાના નાના ભૂલકાઓને લક્ઝરી કારમાં જૉય રાઈડ કરાવવામાં આવશે. આ ઉપરાંત શહેરની નામી હોટેલમાં બાળકોને સ્નેહસભર ભોજન કરાવી, તેઓની આંખોમાં આનંદ અને હૃદયમાં આત્મવિશ્વાસ જગાવવાનો ઉમદા ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. બાળકોને સંવેદનાની સ્મૃતિરૂપ વિશેષ ભેટ પણ આપવામાં આવશે

યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર એક ઇવેન્ટ નથી પરંતુ સમાજ પ્રત્યેની આપણી જવાબદારી અને યુવાનોમાં રહેલા સંસ્કારોનું જીવંત પ્રતિબિંબ છે. ‘વેલેન્ટાઈન નહીં, વાત્સલ્ય ઉજવીએ’ના સૂત્ર સાથે આ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા નિભાવી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments