Saturday, February 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન– મોરબી જ્યાં જ્ઞાન બને શક્તિ, સંસ્કાર બને ઓળખ...

નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન– મોરબી જ્યાં જ્ઞાન બને શક્તિ, સંસ્કાર બને ઓળખ અને સિદ્ધિ બને ગૌરવ

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સતત શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસના પથ પર આગળ વધી સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ સ્થાપિત કરી રહ્યું છે.

રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ગૌરવભર્યું પ્રદર્શન
જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આયોજિત રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં નવયુગના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
એક પાત્રિય અભિનયમાં શેરસિયા રૂહી કૌશિકભાઈએ સમગ્ર ગુજરાતમાં Rank – 3 પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું તેમજ અગોલા નક્ષ ચંદ્રકાંતભાઈએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી નવયુગ પરિવારનું નામ રાજ્યભર માં રોશન કર્યું હતું

માતા-પિતા પૂજન દિવસસંસ્કારની અનોખી ઉજવણી
નવયુગ સંકુલ તથા નવયુગ વિદ્યાલયમાં માતા-પિતા પૂજન દિવસ નિમિત્તે ભાવસભર કાર્યક્રમ યોજાયો.જેમાં નવયુગ સંકુલ પર પ્રખ્યાત લોક સાહિત્યકાર રાજુભાઈ આહીર એ માતા પિતા વિદ્યાર્થીઓએ માતા-પિતાના આશીર્વાદ અને જીવનમાં મહત્વ વિશે વિધાર્થીઓ ને સાહિત્ય પીરસી કાર્યક્રમ માં રોનક લાવી હતી તેમજ નવયુગ વિધાલય અને સંકુલ માં માતા-પિતા ની ઉપસ્થિતિમાં તેમના ચરણોમાં વંદન કરી તેમની પૂજા કરી ભારતીય સંસ્કારની ઉજ્જવળ પરંપરાને જીવંત રાખી.

B.Sc. કોલેજ – Food Fest અને વ્યસન મુક્તિ સંદેશ
નવયુગ B.Sc. કોલેજમાં ફૂડ ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને સંચાલન કુશળતા દર્શાવી.
સાથે સાથે વ્યસન મુક્તિ કાર્યક્રમ દ્વારા યુવાનોને સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો.

નવયુગ પ્રેપ સેક્શનમાં ૧૦૮ શિવલિંગ પૂજા અને મંદિર દર્શન
પ્રેપ વિભાગના નાનકડા વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૮ શિવલિંગ પૂજાનું આયોજન કરી ભક્તિ અને આધ્યાત્મિકતાનો સંદેશ આપવામાં આવ્યો. શિવ મંદિરમાં દર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન કરવામાં આવ્યું.

સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા સાહેબ, મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસવાડિયા તેમજ વિભાગીય વડાઓએ તમામ વિજેતા વિદ્યાર્થીઓ,તેમજ આ તમામ કાર્યક્રમ માટે શિક્ષકમિત્રોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન હંમેશા જ્ઞાન સાથે સંસ્કાર અને સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપે છે અને ભવિષ્યમાં પણ સંસ્થા નવી સિદ્ધિઓ સર કરી સમગ્ર ગુજરાતમાં ગૌરવ વધારતી રહેશે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments