મોરબી : દેવાધિદેવ મહાદેવની ભક્તિ સાથે મહીમાગાન કરતા પવિત્ર અવસર મહાશિવરાત્રીએ આજે સમગ્ર મોરબીવાસીઓ ભગવાનની શિવની ભક્તિમાં તલ્લીન બન્યા છે. ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટીંગ યાર્ડ સામે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોની આસ્થાના પ્રતીક સીધેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે. આસપાસના રહીશો આજે સવારથી મહદેવ મંદિરે દર્શનાર્થે ઉમટી પડી વિશેષ પૂજા અર્ચનાનો શ્રધ્ધાભેર લાભ લઇ રહ્યા છે. દરમિયાન ખાસ શિવરાત્રી નિમિતે આજે રવિવારે સાંજે 7-15 વાગ્યે સીધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી અને શિવજીને ફૂલોનો અદભુત શણગાર કરવામાં આવશે. આથી મહાઆરતીનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનોને લાભ લેવા મંદિરના મહંત પ્રવીણગિરી મહારાજે અનુરોધ કર્યો છે.









