અગાઉ બંને પક્ષે ૧૧૧-૧૧૧ મહેમાનોની છૂટ હતી, જે હવે વધારીને ૧૨૫-૧૨૫ (બંને પક્ષના કુલ ૨૫૦ મહેમાનો) કરવામાં આવી : અલગથી રિસેપ્શન પર મુકાયો પ્રતિબંધ
લગ્નપ્રસંગોમાં થતા અતિશય ખર્ચ અને દેખાદેખીને અટકાવવા માટે પાટીદાર સમાજ માટે આશીર્વાદરૂપ બનેલી ઉમા સંસ્કારધામ (મોરબી)ની ‘ઉમા આદર્શ લગ્ન યોજના’ના નિયમોમાં સમાજહિતને ધ્યાનમાં રાખીને મહત્વના અને સમયોચિત ફેરફારો કરવામાં આવ્યા છે.
છેલ્લા ૧૩ મહિનાથી ચાલતી આ યોજના અત્યંત સફળ રહી છે અને સેંકડો પરિવારોએ તેનો લાભ લીધો છે. પરંતુ, સંસ્થાના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક પરિવારો આ યોજના હેઠળ લગ્ન તો કરે છે, પરંતુ સાથે જ ખાનગી પાર્ટી પ્લોટ કે ઘરે અન્ય પ્રસંગોના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. દાતાઓના સહયોગથી ચાલતી આ યોજનાનો મુખ્ય હેતુ સાદગી અને બિનજરૂરી ખર્ચ ઘટાડવાનો છે. જો યોજનાનો લાભ લઈને પણ બહાર મોટા ખર્ચા કરવામાં આવે, તો યોજનાની સાર્થકતા જોખમાય છે. આથી, દાતાઓનો વિશ્વાસ જળવાઈ રહે અને સાચા જરૂરિયાતમંદોને લાભ મળે તે હેતુથી સંસ્થા દ્વારા નીચે મુજબના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે:
ઉમા સંસ્કારધામ મોરબીના પ્રમુખ બેચરભાઈ કે. હાથી, ઉપપ્રમુખ ત્રંબકભાઇ ફેફર અને ચેરમેન એ.કે. પટેલ દ્વારા જણાવાયું છે કે આ નવા ફેરફારો આજથી એટલે કે ૧૬ ફેબ્રુઆરીથી લાગુ કરી દેવામાં આવ્યા છે.
ખાસ નોંધ: જે પરિવારોએ અગાઉથી પોતાના લગ્ન નોંધાવી દીધા છે તેમને આ નવા નિયમો લાગુ પડશે નહીં. જૂની નોંધણી વાળા પરિવારોએ અગાઉના ૧૧૧-૧૧૧ મહેમાનોના નિયમનું જ પાલન કરવાનું રહેશે. હવે પછી નોંધાતા તમામ લગ્નો નવા નિયમોને આધીન રહેશે.
અગાઉ બંને પક્ષે ૧૧૧-૧૧૧ મહેમાનોની છૂટ હતી, જે હવે વધારીને ૧૨૫-૧૨૫ (બંને પક્ષના કુલ ૨૫૦ મહેમાનો) કરવામાં આવી છે.









