Monday, February 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્ય દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી


મોરબી : મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશનના સક્રિય સભ્ય મનીષાબેન વસાએ પોતાની પુત્રી નવ્યા વસાના જન્મદિવસના શુભ અવસરે સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે જન્મદિવસની ખુશીને સેવા સાથે જોડતા યુવા શક્તિ ફાઉન્ડેશનને રૂ. ૧૧૦૦/- નું દાન અર્પણ કર્યું હતું. તેમજ જ્યાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે તેવા જલારામ મંદિર ખાતે યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યોને સાથે રાખી ખાદ્ય સામગ્રીનું દાન પણ અર્પણ કર્યું હતું.

આ પ્રસંગે જન્મદિવસને માત્ર ઉજવણી સુધી મર્યાદિત ન રાખી, પરંતુ સેવા અને માનવતા સાથે જોડવાનો સુંદર સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો છે. યુવા શક્તિ ફાઉન્ડેશન પરિવાર તરફથી મનીષાબેન વસા તથા નવ્યા વસાને અભિનંદન તથા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં પણ આવી સેવા પ્રવૃત્તિઓ સતત ચાલુ રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments