હાલના દેખા દેખીના જમાનામાં મોટા ખર્ચાઓ કરીને પ્રસંગને દિવ્ય અને ભવ્ય બનાવતા હોય છે પણ પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યની દીકરી ન જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી બાળકોમાં આનંદ ની અનુભૂતિ કરાવી હતી.
પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના આશાબેન જીગ્નેશભાઈ ભાલોડિયા ની દીકરી નીરવા ના જન્મદિવસ ની સેવા અને સાદગી થી કરવામાં આવી છે.જેમાં ટંકારા ના બંગાવડી ખાતે આવેલ બાલાશ્રમમાં બાળકો સાથે ઘરે થી બનાવેલ કેક લઈ જઈ બાળકો સાથે કટીંગ કરી હતી તેમજ બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવ્યા હતા. તો બાદમાં બાળકોને નાસ્તામાં પાણી પૂરી અને પાઉંભાજી આહાર તરીકે આપવામાં આવી હતી.બાળકોની ખુશીમાં વધારો થાય તે માટે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સભ્યોએ બાળકો સાથે મળી અવનવી ગેમ રમી આનંદની અભિવૃતિમાં વધારો કર્યો હતો.
જન્મદિવસની ખર્ચાય જ ઉજવણી હોય અને તે જ આનંદ આપે તે આ ગ્રુપના સભ્યોએ નકારી કાઢીને વધારે ખર્ચ નહીં પણ સાદગી ની સુગંધ સાથે સેવાકીય કાર્ય કરીને ઉજવણી કરવામાં આવી છે અને સમાજને પણ આ પ્રેરણા આપી રહ્યા છે










