મોરબી: મોરબી શહેરના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આશ્રમના મહંત ભાવેશ્વરીમાં તથા મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના દિવ્ય સાનિધ્યમાં કાશી વિશ્વનાથ મહાદેવની વિશેષ મહાપૂજા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું. શિવમય બનેલા આશ્રમ પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી મહાદેવના દર્શન અને આશીર્વાદનો લાભ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.










