મોરબી: અમેરિકા અને ભારત વચ્ચે થઈ રહેલી ટ્રેડ ડીલનો આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ડીલના વિરોધમાં અને ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવવા માટે આમ આદમી પાર્ટી, મોરબી જિલ્લા દ્વારા આવતીકાલે મંગળવારે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવનાર છે.
આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, આ ટ્રેડ ડીલ જનવિરોધી છે. પાર્ટીએ ભીતિ વ્યક્ત કરી છે કે જો આ ડીલ લાગુ થશે, તો ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવશે. આ નીતિઓને ખેડૂત અને પશુપાલક વિરોધી ગણાવીને AAP દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે.
આ મુદ્દે સ્થાનિક તંત્ર મારફતે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે 17/02/2026, મંગળવારે સવારે 11:45 કલાકે, જિલ્લા કલેક્ટર કચેરી, મોરબી ખાતે મોરબી AAP ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થઈને કલેક્ટરને આવેદન આપશે.








