Monday, February 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવેલેન્ટાઈન ડે નિમિત્તે ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારત માતાના પૂજન સાથે 'હેલ્ધી...

વેલેન્ટાઈન ડે નિમિત્તે ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારત માતાના પૂજન સાથે ‘હેલ્ધી ફૂડ કોમ્પીટીશન’ યોજાઈ

મોરબી : 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ મોરબીની રાષ્ટ્રપ્રેમી સંસ્થા ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી રીતે દેશભક્તિના રંગે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની આદર્શ સ્કૂલ ખાતે ભારત માતાનું પૂજન અને ‘સ્વસ્થ ઇન્ડિયા મસ્ત ઇન્ડિયા’ના નારા સાથે બહેનો માટે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા.

ક્લબ દ્વારા આ વર્ષે સ્વસ્થ ઇન્ડિયા, મસ્ત ઇન્ડિયાના નારા હેઠળ બહેનોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી ‘હેલ્ધી ફૂડ કોમ્પીટીશન’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં તમામ સભ્યો અને સ્પર્ધકોએ ભારત માતાનું પૂજન કરી રાષ્ટ્ર પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ત્યારબાદ સ્પર્ધકોએ શરીરને સ્વસ્થ રાખતી અવનવી પૌષ્ટિક વાનગીઓ રજૂ કરી પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું.

આ સ્પર્ધામાં સીમાબા જાડેજાએ નિર્ણાયક તરીકે સેવા આપી શ્રેષ્ઠ વાનગીઓની પસંદગી કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત મેદસ્વિતા કેમ્પના આયોજકો કાજલબેન આદ્રોજા, ઇન્દુબેન ફળદુ અને દેવાંશીબેન પરમાર તથા તેમની ટીમે નોંધપાત્ર સહયોગ આપ્યો હતો.

સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ બહેનોને ક્લબના ફાઉન્ડર પ્રેસિડન્ટ શોભનાબા ઝાલા તરફથી શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં ક્લબના પ્રેસિડેન્ટ સુષ્માબેન દુધરેજીયાએ ગુજરાત યોગ બોર્ડની ટીમ, તમામ સ્પર્ધકો અને મેમ્બરોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આમ, મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલેન્ટાઈન ડેની રાષ્ટ્રપ્રેમ અને સ્વાસ્થ્યના પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments