મોરબી જીલ્લામાં પીજીવીસીએલ દ્વારા બાકી વીજ બીલ ધરાવતા ગ્રાહકોના કનેક્શન કટ કરવા માટે આજે મેગા ડીસકનેક્શન ડ્રાઈવમાં ૨૧૫ ટીમો મેદાને ઉતરી હતી દરેક ટીમમાં ૩ કર્મચારીઓએ ઘરે ઘરે જઈને બાકી બીલ નહિ ભરનાર ગ્રાહકોના વીજ કનેક્શન રદ કરવામાં આવી રહ્યા છે
મોરબી શહેરમાં કુલ ૫૦ ટીમો કામગીરી કરી રહી છે જેમાં મોરબી ટાઉન ૨ માં ૪૦ ટીમો અને ટાઉન ૧ માં ૧૦ ટીમો દ્વાર કામગીરી કરવામાં આવી રહી છે સવારથી સાંજ સુધી મેગા ડ્રાઈવ ચાલુ રહેશે અને હજારો ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયાની વસુલાત માટે પીજીવીસીએલ ટીમ સઘન કામગીરી કરી રહી છે












