Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમચ્છુ-3 ડેમના પુલ ઉપરથી ઝંપલાવનાર યુવાનની લાશ મળી

મચ્છુ-3 ડેમના પુલ ઉપરથી ઝંપલાવનાર યુવાનની લાશ મળી

ફાયર વિભાગે 24 કલાકની જહેમત ઉઠાવી 35 વર્ષના યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો

મોરબી : મોરબીના મચ્છુ-3 ડેમના પુલ ઉપરથી ઝંપલાવનાર યુવકનો ફાયર વિભાગની ટીમે જહેમત ઉઠાવી મૃતદેહ શોધી કાઢયો છે. હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં જુના આરટીઓ પાસે મચ્છુ-3 ડેમના પુલ ઉપરથી એક યુવકે ઝંપલાવ્યું હોવાનું જાણવા મળતા ગઈકાલે સવારથી ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી હતી. આ યુવકનું બાઇક પણ પુલ ઉપર જ પડ્યું હતું. 24 કલાકની જહેમત બાદ ફાયર વિભાગની ટીમને સફળતા મળી હતી. આજે સવારે આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકનું નામ રવિભાઈ ધીરજલાલ કટારીયા ઉ.વ.35 હોવાનું જાણવા મળ્યું છે. હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments