મોરબીના ઉંચી માંડલ ગામે ગટરમાં પડી જતા માસૂમ બાળકીનું મોત
મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલ લક્ષ્ય સિરામિક ફેકટરીમાં કારખાનાની ગટરમાં પડી જતા રુહીબેન બુધાસિંગભાઈ ઉ.01 નામની માસૂમ બાળકીને સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.










