મોરબી શહેર અને જિલ્લામાં પોલીસની ખાખી વર્દી હેઠળ છુપાયેલી સંવેદના અવાર-નવાર છલકતી જોવા મળે છે. ત્યારે હાલમાં પડી રહેલી હાડ થીજવતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને હૂંફ મળી રહે તેવા ઉમદા હેતુથી મોરબી મહિલા પોલીસ મથકના પીઆઈ પદમાબેન લગધીરકાએ સ્વખર્ચે ગરીબ વડીલોને ધાબળા રૂપે હૂંફની ભેટ અર્પણ કરી ખાખીની માનવતાના દર્શન કરાવ્યા હતા.











