મોરબી : મોરબીની ઓમ શાંતિ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રોનું છેલ્લા પાંચ વર્ષથી રી-યુનિયન યોજાય છે ત્યારે આ વર્ષે પણ જુના વિદ્યાર્થી મિત્રોને રી-યુનિયન યોજાયું હતું.
આરી યુનિયનમાં 80 થી વધારે મિત્રો સાથે એક બીજાને મળી સ્કૂલની ગેમ રમીને ગરબા રમી બધાએ સાથે ભોજન લીધું હતું. આ પ્રસંગે બધા મિત્રોએ તેમની નવી નવી સફળતાઓ, જીવનમાં થયેલા ફેરફારો અને પોતાના પરિવાર વિશે વાત કરી હતી. સાથે સાથે શાળા દિવસના દિગ્દર્શકો અને શિક્ષકોની યાદ પણ જીવંત થઈ હતી.











