Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી : સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે.

જે અંતર્ગત તા.૪-૧-૨૦૨૫ શનીવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ.ઉજમબેન ગોકળભાઈ મારવાણીયા (હ.દીનેશભાઈ મારવાણીયા-રાજપર વાળા) પરિવાર ના સહયોગથી કેમ્પ યોજાશે.જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો.સુદામા, હેમુભાઈ પરમાર,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે.

કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટ ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૩૯ માસ દરમિયાન યોજાયેલ કેમ્પ મા કુલ ૧૧૪૪૬ લોકો એ લાભ લીધો હતો તેમજ ૫૧૯૦ લોકો  ના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments