Sunday, May 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પોલીસનું 31 ડિસેમ્બરે રાતભર સર્ચ ઓપરેશન, 37 પ્રોહીના કેસ, 18 પીધેલા...

મોરબીમાં પોલીસનું 31 ડિસેમ્બરે રાતભર સર્ચ ઓપરેશન, 37 પ્રોહીના કેસ, 18 પીધેલા પકડાયા

મોરબીમાં પોલીસનું 31 ડિસેમ્બરે રાતભર સર્ચ ઓપરેશન, 37 પ્રોહીના કેસ, 18 પીધેલા પકડાયા

મોરબી :  મોરબી જિલ્લા પોલીસે ૩૧ ડીસેમ્બરના રોજ યોજાતી નવા વર્ષની ઉજવણી નિમીતે કાયદો – વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને કોમ્બીંગ સર્ચ ઓપરેશન કરી દારૂ પીને. છાકટા બનતા તત્વો ઉપર ધીંસ બોલાવી  37 પ્રોહીના કેસ કર્યા હતા. જ્યારે 18 પીધેલા પકડાયા હતા.

31 ડીસેમ્બરની ઉજવણી નિમીતે સમગ્ર મોરબી જિલ્લા પોલીસે રાત્રીના સમયે નવા વર્ષની ઉજવણી કરવા  લોકો દ્વારા રાત્રીના મોડે સુધી હોટેલો, ફાર્મહાઉસ, કલબો, પ્રાઇવેટ પાર્ટી પ્લોટ, વિગેરે જાહેર સ્થળોએ ડાન્સ ડીનર પાર્ટીના કાર્યક્રમો યોજાયા હોય તેમાં યુવક યુવતિઓ નશીલા પદાર્થોનું સેવન કરી આવતા હોય સામાન્ય બોલાચાલીના કારણે મારામારીના તથા યુવતિઓની છેડતી જેવા ગંભીર પ્રકારના બનાવ બનતા હોય છે. તેમજ જાહેર રસ્તા ઉપર વાહનો બેફામ રીતે લોકોની જીદગી જોખમમાં મુકાય તે રીતે હંકારી જાહેર જનતામાં ભય અને ત્રાસનુ વાતાવરણ ફેલાવતા હોય આ અંગે તકેદારી રાખવા અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે નાયબ પોલીસ અધિક્ષક મોરબી–વાંકાનેર તથા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. એસ.ઓ.જી. તથા જીલ્લાના તમામ થાણા અધિકારીઓને સુચના આપી કોમ્બીંગ નાઇટ દરમિયાન વધુને વધુ અધિકારી કર્મચારીઓની ટીમો બનાવી મોરબી જીલ્લા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા, ટ્રાફીક સમસ્યા ઉકેલવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર નાબુદ થાય તે હેતુથી જીલ્લાના એન્ટ્રી તથા એકઝીટ પોઇન્ટ ઉપર નાકાબંધી  વાહન ચેકિંગ કરી નાર્કોટીકસ ડ્રગ્સ ડીટેકશન કીટ તેમજ બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરી અસરકારક કામગીરી કરવા તેમજ આયુર્વેદીક શીરપના નેઝા હેઠળ નશીલી દવાઓનુ સેવન ન થાય તેમજ આ ઉજવણી દરમિયાન જીલ્લાના મુખ્ય ધોરીમાર્ગો, તથા અગત્યના માર્ગો ઉપર ટ્રાફીક જામ ન થાય તે એસપીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મોરબી જીલ્લામાં કોમ્બીંગ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું.

જે કોમ્બીંગ સર્ચ ઓપરેશનમાં મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની કુલ-13 જેટલી ટીમો બનાવી, મહિલા સુરક્ષાને ધ્યાને રાખી સી-ટીમ તથા ટ્રાફીક વ્યવસ્થા જાળવણી સારૂ ટ્રાફીકની અલગ ટીમ બનાવી કુલ-15 જેટલી ટીમો કાર્યરત કરી તેમાં કુલ નાયબ પોલીસ અધિક્ષક-ર પોલીસ ઇન્સ્પેકટર-9 પોલીસ સબ ઇન્સ્પેકટર 10, પોલીસ કર્મચારી-158 તથા હોમગાર્ડ, જી.આર.ડી. તેમજ ટી.આર.બી.ના વધુને વધુ માણસોની ફાળવણી કરી આ કોમ્બીંગ નાઇટ દરમિયાન મોરબી જીલ્લા પોલીસ ધ્વારા પ્રોહી સફળ કેસ -37, પ્રોહી પ્રવૃતિ સાથે સંકડાયેલ ઇસમો ચેક-72, શકાસ્પદ વ્યકિત 110ને ચેક, ફાર્મ હાઉસ ચેક 24, ગેસ્ટ હાઉસ ચેક -33, એમ.સી.આર. કુલ- 38, એમવીએક 207 મુજબ વાહન ડીટેઇન-07, પ્રોહી પીવાના કેસ – 18- એમ.વી.એકટ 185 કેસ, શકાસ્પદ વાહનો – 685, હોટલ ચેક – 44,  એમ.વી.એકટ એન.સી 57 સ્થળ દંડ – રૂ.14,700 કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments