મોરબી: એચ.આઇ.વી. રોગ ગ્રસ્ત નાગરીકોમાં જાગૃતિ લાવવાના તથા બીમારી સાથે જે ગેર માન્યતાઓ દુર કરવા માટે કચ્છ NP + સંસ્થા કાર્યરત છે. તેમના દ્વારા કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી દરેક કચ્છ વાસીઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ ધરાવતા શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારો ને રાશનકીટ – ધાબડા તથા સ્વેટરો નું વિતરણ કરવામાં આવેલ છે.
સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, સમાજમાં સાચી માહિતીનો પ્રચાર થાય, બીમારી માં ઘટાડો કરવા કચ્છ NP પ્લસ ની ટીમ ખુબજ ઉમદા કાર્ય કરી રહી છે. એચ.આઇ.વી. બીમારી રોકવામાં મહત્વ નું યોગદાન હુંફ આપવાની આપણી પણ ફરજ છે. આ બાબતે છેલ્લા દશેક વર્ષો થી હું પણ એચ.આઇ.વી. ગ્રસ્ત પરિવારો ને મળી, તેમની સેવા અને જાગૃતતા લાવતી સંસ્થાઓ ના સંપર્ક કરી વ્યક્તિ ની, પરિવારની સમાજ અને તબીબો સાથે સંપર્ક કરી મદદરૂપ બનવા પ્રયત્નશીલ છું. આજે પણ આ કડકડતી ઠંડીમાં હુંફ માટે ૫૦ થી વધુ પરિવારો ને ધાબડા અને સ્વેટરો તથા રાશનકીટ આપેલ છે. સમાજ પણ એચ.આઇ.વી. ગ્રસ્ત લોકો પ્રત્યે સમભાવ રાખી જાગૃતિ માટે કાર્યશીલ બને તેવી અપીલ કરી હતી.
