પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો પછી ડીમોલેશન કરો તેવી સ્થાનિકોની મહાપાલિકા તંત્રને રજુઆત
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર રોડ સ્થિત સાવરની પાળ વિસ્તારમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા અંગે આખરી નોટિસ આપવામાં આવી છે. તંત્ર દ્વારા એક અઠવાડિયામાં મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, અન્યથા અંદાજે 300 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવશે. આ મામલે વિસ્તારના રહેવાસીઓએ એકઠા થઈને મોરબી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાની માંગ ઉઠાવી છે.











