Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક કોલમા પાટિશન તૂટ્યું અને કોલસાનો ઢગલો ઓરડી ઉપર થયો, બાળકીનું...

મોરબી નજીક કોલમા પાટિશન તૂટ્યું અને કોલસાનો ઢગલો ઓરડી ઉપર થયો, બાળકીનું મોત

મોરબીના ટીંબડી પાટિયા નજીક કોલ ડેપોમાં અચાનક જ કોલસા આડેનુ પાટિશન તૂટતા કોલસાનો ઢગલો મજૂરની ઓરડી ઉપર ધસી પડતા ઓરડીમાં રહેલી દોઢ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટીંબડી પાટિયા પાસે આવેલ દાદા કોલ ડેપો નામના કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા ચેનસિંહ બદીયાભાઈ પરમારની પુત્રી યોગીતા ઉ.1.5 તેમની ઓરડીમાં હતી ત્યારે કોલસાના ઢગલા આડેનુ પાટિશનનું પતરું તૂટી જતા કોલસો ઓરડી ઉપર ધસી આવતા ઓરડીનું પતરું પણ તૂટી ગયું હતું અને ઓરડીમાં રહેલ યોગીતા કોલસા હેઠળ દટાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments