મોરબીના ત્રાજપર વિસ્તારમાં આવેલ સરકારી સ્કૂલની સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સુનિલભાઈ દેવસીભાઇ સુરેલા રહે. ત્રાજપર ખારી, કરણભાઈ નથુભાઈ સાલાણી, રહે.વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ, મોરબી, સુનીલભાઈ ગોરધનભાઈ સુરેલા, રહે. ત્રાજપર ખારી અને અજયભાઈ નથુભાઇ સાલાણી, રહે. ઈન્દિરાનગર,મોરબી વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 12,500 કબ્જે કરી જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.