Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiખેલમહાકુંભ 2025માં પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળાનો ડંકો..

ખેલમહાકુંભ 2025માં પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળાનો ડંકો..

મોરબી : રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ-3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલમહાકુંભ 2025 અંતર્ગત વિવિધ રમતોમાં શ્રી સજનપર પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધારેલ છે જેમાં સમગ્ર તાલુકામાં પ્રથમ વખત આર્ચરી-ઇન્ડિયન રાઉન્ડ સ્પર્ધામાં સજનપર પ્રા.શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ પસંદગી પામી રાજ્ય કક્ષા/ઝોન કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

જેમાં ભાઈઓની શ્રેણીમાં ધાણક અર્જુન રામસીંગભાઈ, બહેનોની શ્રેણીમાં ધાણક લશ્મિતા શંકરભાઇ, ધાણક સંદીકા કેશરીયાભાઈ, સાબરીયા શીતલ સંજયભાઈ, પરમાર અસ્મિતા જુવાનસિંહ તેમજ એથલેટીક્સ-ઉંચી કૂદમાં બહેનોમાં ધાણક સંદીકા કેશરીયાભાઈ, આ ઉપરાંત જિલ્લા કક્ષાએ ત્રીજો અને ચોથો નંબર મેળવેલ વિદ્યાર્થીઓમાં એથલેટિક્સ ઉંચી કૂદમાં ધાણક લશ્મિતા શંકરભાઇ – તૃતીય માવી રાહુલ નાનાભાઈ – ચોથા ક્રમે એથલેટિક્સ લાંબી કૂદમાં સાબારીયા અમિષા દશરથભાઈ – ચોથા ક્રમે આવેલ છે. આ તમામ વિદ્યાર્થીઓને અને તેમને તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન રેખાબેન આરદેશણા અને માર્ગદર્શન આપનાર તમામ શિક્ષકોને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments