Friday, April 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તાલુકાની 7 પ્રા. શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક, રસોયા અને મદદનીશની...

મોરબી તાલુકાની 7 પ્રા. શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક, રસોયા અને મદદનીશની ભરતી

મોરબી તાલુકામાં વિવિધ ૭ પ્રાથમિક શાળાઓના પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) કેન્દ્રમાં સંચાલક, રસોયા, મદદનીશની જગ્યાઓ ખાલી હોય તેમાં ભરતી કરવામાં આવશે. જેમાં કપૂરીવાડી પ્રાથમિક શાળામાં ૧ રસોયા, લાયન્સનગર પ્રાથમિક શાળામાં ૧ સંચાલક, ભડીઆદ પ્રાથમિક શાળામાં ૧ સંચાલક, કોયલી પ્રાથમિક શાળામાં ૧ રસોયા, ૧ સંચાલક અને ૧ મદદનીશ, કૃષ્ણનગર (આ) પ્રાથમિક શાળામાં  ૧ રસોયા, ૧ સંચાલક અને ૧ મદદનીશ, સો.ન.વ.શા. ઝીંઝુડા પ્રાથમિક શાળામાં ૧ સંચાલક અને ૧ મદદનીશ, ખારચીયા નવાપરા પ્રાથમિક શાળામાં ૧ રસોયા અને ૧ મદદનીશ આમ કુલ ૧૩ વિવિધ ખાલી જગ્યાઓ પર માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે. જેના માટે ધોરણ ૭ પાસ, ધોરણ ૧૦ પાસ કે તેથી ઉચ્ચ અભ્યાસ ધરાવતા, ૨૦ થી ૬૦ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ હોય તેવા ઉમેદવારોએ નિયત નમૂનના અરજી પત્રક મામલતદારશ્રીની કચેરી, મધ્યાહન ભોજન યોજના શાખા, રૂમ નંબર ૬, મોરબી ખાતેથી કયેરી સમય દરમિયાન મેળવીને આગામી તારીખ ૧૪/૦૨/૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ અને સાચી વિગતો ભરીને મોકલી આપવાના રહેશે.

આ ઉપરાંત સસ્તા અનાજની દુકાન, જલાઉ લાકડા, શાકભાજીનો વેપાર કરતા હોય, મરી મસાલા લોટ દળતા હોય, વકીલાત હોય, સરકારી નોકરી હોય, સરકારશ્રીનું અનુદાન મેળવતા હોય, સરકારના આશ્રિતો હોય, ગુનાહિત કે અક્ષમ્ય કૃત્ય આચર્યું હોય, કોઈપણ પ્રકારનું માનદ વેતન મેળવતા હોય, હોમગાર્ડઝમાં હોય, રૂખસદ કે બરતરફ કરાયેલ વ્યક્તિ- આવા કોઈપણ નાગરિકો આ જગ્યા માટે અરજી કરી શકશે નહીં. સુનિશ્ચિત સમયગાળા બાદ અત્રેની કચેરીએ આવેલી અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. યોગ્ય ઉમેદવારોને અત્રેની કચેરી દ્વારા ઇન્ટરવ્યૂની તારીખ સમય માટે જાણ કરવામાં આવશે. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે મામલતદાર કચેરીનો સંપર્ક સાધવો. તેમ મામલતદાર, મોરબી (ગ્રામ્ય) તાલુકાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments