Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર સિટી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 9 મોબાઇલ અરજદારોને પરત...

વાંકાનેર સિટી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 9 મોબાઇલ અરજદારોને પરત કર્યા

વાંકાનેર : તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી ₹2,16,189 ની કિંમતના કુલ 9 જેટલા ખોવાયેલા મોબાઈલ શોધી કાઢીને વાંકાનેર સિટી પોલીસ દ્વારા અરજદારોને પરત આપવામાં આવ્યા છે.

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વાઘડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ દલસાણીયાએ CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ વર્કઆઉટ કરીને કુલ 9 જેટલા મોબાઈલ શોધી કાઢી એક સાથે અરજદારોને પરત આપીને સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments