મોરબીના પીપળી ગામે માટીની બોરીની આડમાં ઈગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રેલરમાંથી પોલીસે રૂ. ૫.૧૪ લાખના વિદેશી દારૂ અને બિયર સાથે એક શખ્સને ઝડપી લઈ તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પીઆઈ એસ.કે.ચારોલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સટેબલ કેતનભાઈ અજાણાંઅને સિદ્ધરાજભાઈ કાનજીભાઈ લોખીલ ની બાતમીના આધારે પીપળી ગામની સીમ અંબીકા કારખાના પાસે માનસરોવર સોસાયટી પાસે કાચા રોડ ઉપર પડેલ ટ્રેલર નં.RJ-09-GC 3141માં ભરેલ માટીની બોરીની આડ માં છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૮ર૮ તથા બીયર ટીન નંગ-૩૧૨ કૂલ ૫,૧૪,૦૯૨/- નો મુદામાલ શોધી કાઢી તેમજ ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રેલર અને મોબાઈલ મળી કુલ ૧૫,૨૪,૦૯૨/-ના મુદ્દામાલ સાથે શ્રવણસિંગ કીશનસિંગ રાવત રહે.રાજસ્થાનવાળાને ઝડપી લઈ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એસ.કે.ચારોલ,એસ.એન.સગારકા, ભુપતસિંહ પરમાર, અંબાપ્રતાપસિંહ જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા ચંદ્રસિંહ પઢીયાર તથા દેવશીભાઇ મોરી તથા રમેશભાઇ મૂંધવા તથા કેતનભાઈ અજાણા તથા સિધ્ધરાજભાઈ લોખીલ તથા શક્તિસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ પરમાર, ભાગીરથભાઈ લોખીલ, અરવિંદભાઈ મકવાણા, કુલદીપભાઈ કાનગડ, અજયભાઈ લાવડીયા, યસવંતસિંહ ઝાલા આ કામગીરીમાં જોડાયા હતા.











