Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર ૧૮ અને ગંદકી ફેલાવનાર ૪૮ લોકોને...

મોરબી મનપાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર ૧૮ અને ગંદકી ફેલાવનાર ૪૮ લોકોને દંડ ફટકાર્યો

મોરબી : મોરબી મહાનગરપાલિકાએ શરૂઆતથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર અને ગંદકી ફેલાવનાર નાગરિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે અને આ કાર્યવાહી ચાલુ રાખીને એક અઠવાડિયા દરમિયાન મોરબી મહાનગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર ૧૮ અને ગંદકી ફેલાવનાર ૪૮ લોકોને દંડ ફટકાર્યો છે.

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં ગત તા. ૧૮ માર્ચથી ૨૪ માર્ચ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૧૮ આસામી પાસેથી રૂ. ૨૯૮૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ તથા ગંદકી કરતા ૪૮ આસામી પાસેથી રૂ. ૨૮૮૫૦ નો દંડ વસુલ કરવામાં આવેલ. આ ઉપરાંત Open Urination બદલ ૬ આસામીઓ પાસેથી રૂ. ૧૪૫૦ તેમજ જાહેરમાં કચરો સળગાવતા ૭ આસામીઓ પાસેથી રૂ. ૧૧૫૦ નો દંડ વસુલ કુસ્વામાં આવેલ હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments