Wednesday, May 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતા સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના સંસ્કાર બ્લડ બેંક ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વ.નરભેરામભાઈ ઉઘરેજાને સાચી શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે હેતલબેન પટેલે પિતાની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજી સમાજને પ્રેરણા આપી હતી. કેમ્પમાં રક્તદાન કરનાર બહેનોને પર્સ તેમજ ભાઈઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો હેતલબેન પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. તથા સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણાએ હેતલબેને આ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments