Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભડિયાદમા પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પરિવારજનો ઉપર હુમલો

મોરબીના ભડિયાદમા પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પરિવારજનો ઉપર હુમલો

મોરબીના ભડિયાદ વિસ્તારમાં આવેલ જવાહર સોસાયટીમા દીકરી સાથે પ્રેમલગ્ન કરનાર યુવકના સગાંવહાલાંઓએ યુવતીના દાદી, ભાઈ અને પિતા ઉપર હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભડિયાદ ખાતે જવાહર સોસાયટીમાં રહેતા જગુબેન ભગવાનજીભાઈ સનાળિયાએ આરોપી સુમિત હસમુખભાઈ અને પિયુષ હસમુખભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની પૌત્રીએ પ્રેમલગ્ન કર્યા હોય સમાપક્ષના મહિલા સાથે બોલાચાલી થઈ હોવાથી આરોપી સુમિત અને પીયુષ જગુબેનના ઘેર આવી ઝઘડો કરી જગુબેનને તેમજ તેમના દીકરા મહેન્દ્રભાઈ તેમજ પૌત્ર પ્રદીપ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોચાડી હતી. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments