Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન દ્વારા વિશ્વ હોમિયોપેથિક દિવસ ઉજવાયો

મોરબી હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન દ્વારા વિશ્વ હોમિયોપેથિક દિવસ ઉજવાયો

મોરબી : તારીખ 10 એપ્રિલના રોજ મોરબી હોમિયોપેથિકમેડિકલ એસોસિએશન દ્વારા વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણી ડો. સતીષ જૈન કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવી હતી. દર વર્ષે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણી હોમિયોપેથિકના સર્જક ડો. સેમ્યુઅલ હનેમનના જન્મ દિવસના અનુસંધાને કરવામાં આવે છે.

આ ઉજવણીમાં ડો. સેમ્યુઅલ હનેમનની જન્મ જયંતી નિમિત્તે એસોસિએશનના પ્રતિનિધિઓ તેમજ સદસ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એસોસિએશનના સેક્રેટરી ડો. સુરેશ વિડજા દ્વારા હોમિયોપેથીના ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ તેમજ લોકો માટે હોમિયોપેથી શા માટે જરૂરી છે તેની જાણકારી આપી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments