વાંકાનેરના તિથવા ગામે માટીના ડમ્પરના ફેરાની માથાકૂટમાં બે ધંધાર્થીઓ વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામે માટીના ડમ્પરના ફેરા નાખવા મામલે બે ધંધાર્થીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ ડખ્ખો વકરતા બન્ને પક્ષના લોકો છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા બન્ને પક્ષના લોકોને ઇજાઓ પહોંચતા સામસામી ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામે રહેતા સહદેવ સાદુરભાઈ ફાંગલીયાએ આરોપી ભરત હીરા બાંભવા, છગન હીરા બાંભવા, મોના હીરા બાંભવા અને એક અજાણ્યા ઇસમ રહે. તમામ વાંકાનેર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ માટીના ડમ્પરના ફેરા કરતા હોય આરોપી ભરતને તિથવા ગામમાં માટીના ફેરા નહિ કરવા જણાવ્યું હતું. આમ છતાં આરોપીઓએ માટી નાખતા ઝઘડો કરી ચારેય આરોપીઓએ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.
સામાપક્ષે ભરત હીરાભાઈ બાંભવાએ આરોપી કમલેશ સાદુર ફાંગલીયા, નિકુલ સાદુરભાઈ ફાંગલીયા, સહદેવ સાદુરભાઈ ફાંગલીયા અને કમલેશના અન્ય એક ભાઈ રહે.તમામ તિથવા ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ તિથવા ગામે માટી નાખવા જતા આરોપીઓએ ડમ્પર આડે સ્કોર્પિયો નાખી ઝગડો કરી ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી










