Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મોક ટેસ્ટની કુલ 191 ઉમેદવારોએ પરીક્ષા આપી

મોરબીમાં મોક ટેસ્ટની કુલ 191 ઉમેદવારોએ પરીક્ષા આપી

મોરબી : ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ-ડી (લેવલ-1)ની 14 જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટ માટેની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જે અન્વયે મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અરજી કરી હતી. આ ઉમેદવારો લેખિત પરીક્ષામાં સફળ રહે અને વધુ લોકોને રોજગારી મળે તે હેતુથી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં 3 જેટલા પરીક્ષા કેન્દ્ર પર આજે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોક ટેસ્ટમાં સમગ્ર જિલ્લામાંથી કુલ 191 જેટલા ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી. જે અંતર્ગત યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, મોરબી પરીક્ષા કેન્દ્ર પર 59, સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ હળવદ પરીક્ષા કેન્દ્ર પર 67 અને ઇન્દુબેન લલીતભાઈ મહેતા મહિલા કોમર્સ કોલેજ, વાંકાનેર પરીક્ષા કેન્દ્ર પર 65 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આજે લેવામાં આવેલ પરીક્ષાના પ્રશ્નપત્રની આન્સર કી તથા પરીક્ષાનું પરિણામ ટૂંક સમયમાં જિલ્લા પંચાયત મોરબીની વેબસાઈટ ઉપર ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments