મોરબી : ટ્રાફિક નિયમન કરતી ટ્રાફિક ટીમના રવાપર પોઇન્ટ ખાતેના કોન્સ્ટેબલ કુલદીપસિંહને એક પાકીટ મળ્યું હતું. જેમાં રોકડા રૂપિયા તથા જરૂરી ડોક્યુમેન્ટ હતા. જેથી કોન્સ્ટેબલ કુલદીપસિંહે ડોક્યુમેન્ટના આધારે મૂળ માલિકનો સંપર્ક કરતાં તેઓ રાજકોટ થી મોરબી આવ્યા હતા ત્યારે આ પાકીટ પડી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પાકીટના મૂળ માલિકને રવાપર ચોકી ખાતે રૂબરૂ બોલાવીને પાકીટ પરત કર્યું હતું અને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કામગીરીમાં તેઓ સાથે ટી.આર.બી. કરણભાઈ, સમજુબેન, તેમજ હોમગાર્ડઝના મિલનભાઈ જોડાયા હતા.
