Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લખધીરવાસ વિસ્તારમાં કૂતરું 8 થી 10 વ્યક્તિને કરડયું

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કૂતરું 8 થી 10 વ્યક્તિને કરડયું

મોરબી શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી રહ્યો છે અને રસ્તા ઉપરથી પસાર થતા લોકોને બચકા ભરી લેવાની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે મોરબીના લખધીરવાસ વિસ્તારમાં છેલ્લા બે દિવસોમાં અંદાજે 8 થી 10 જેટલા લોકોને કુતરાએ બચકા ભરી લીધા છે જેથી રસ્તે રખડતા કૂતરાઓને પકડવામાં આવે તેવી સ્થાનિક લોકો મનપા પાસે માંગ કરી રહ્યા છે

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં રહેતા લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે દિવસમાં તે વિસ્તારમાં રહેતા એક બે નહીં પરંતુ 8 થી 10 જેટલા લોકોને રસ્તે રખડતા કૂતરાએ બચકા ભરી લીધા છે જેથી લોકોને હવે પોતાના ઘર પાસે શેરીમાં નીકળવું પણ જોખમી બની ગયું છે ત્યારે રસ્તે રખડતા કુતરા કોઈને બચકા ભરે અથવા તો કોઈના માટે જીવલેણ સાબિત થાય ત્યારે પહેલા મનપા દ્વારા રસ્તે રખડતા કૂતરાઓને પકડવા માટેની કામગીરી કરવામાં આવે અને ન માત્ર લખધીરવાસ વિસ્તાર પરંતુ અન્ય વિસ્તારોમાં પણ કૂતરાનો આતંક હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે મોરબી શહેરના દરેક વિસ્તારની અંદર રસ્તે રખડતા કુતરાને પકડવા માટેની કામગીરી મનપા દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments