Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેતરમાં નિંદામણ કરીને ખેડૂતોનો જુસ્સો વધાર્યો

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેતરમાં નિંદામણ કરીને ખેડૂતોનો જુસ્સો વધાર્યો

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેતરમાં નિંદામણ કરીને ખેડૂતોનો જુસ્સો વધાર્યો હતો તેમજ ખેતીકામ કરીને પોતાની સાદગીનો પરીચય આપ્યો હતો.

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા મોરબી બગથળા રોડ ઉપરથી પસાર થતા હોય તેવામાં તેમને ખેતરમાં નિંદામણ કરીને ખેતીકામ કરતા બગથળા ગામના ખેડૂતો સાથે સીમમાં નિંદામણ કરીને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જુના સંસ્મરણો યાદ તાજી કરી ખેડૂતોને સારા વર્ષની સાથે મબલખ પાકનું ઉત્પાદન મેળવે તેવી આશા વ્યક્ત કરી સરકારની ખેડૂતલક્ષી યોજના અંગે ચર્ચા કરીને ખેડૂતોને માહીતગાર કર્યા હતા

ત્યારે એક ધારાસભ્ય દરજ્જાના વ્યક્તિ સામાન્ય માણસની જેમ ખેડૂતો સાથે જોતરાઈ ખેતી કામનો જેને પાયો કહેવાય તે નિંદામણ કરીને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની સાદગીથી ખેડૂત પ્રભાવિત થઈને યાદગાર પળ માણી હતી તેમજ ધારાસભ્ય પણ હળવાશની પળ સાથે તેમની સાદગી લાગણીશીલ સ્વભાવના કારણે ખેડૂતોના દિલ જીતી જગતનો તાત બનવું સહેલું નથી પોતે ખેડૂતપુત્ર હોય નિંદામણ કરીને ખેડૂત સાથે જુના સંસ્મરણો યાદ કરીને દિવસો તાજા કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છેકે આજના સમયમાં પ્રજાના મતોથી ચુંટાયેલા નેતાઓ પ્રજાની સુખાકારી કે જનકલ્યાણની વાતો કરવાના બદલે એસી ઓફિસ એસી હાઇફાઇ ગાડીમાં બેસીને પોતાની રાજા જેવી જિંદગી જીવે છે પરંતુ ધારાસભ્ય દુર્લભજીભાઈ તો ખેડૂતપત્ર હોવાનો જરા પણ ભુલ્યા વિના આજકાલના નેતાઓને શરમાવે તેવું કાર્ય કરીને તેમની સાદગીનો પરીચય આપ્યો હતો ગાડીમાંથી નીચે પગ નથી મુકતા પ્રજાના પ્રશ્નોને સાંભળતા નથી તેવા નેતાઓને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પાસેથી શિખામણ લઈને કંઈક શિખવું જોઈએ કેમ કે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોને પ્રથમ પ્રાધાન્ય આપીને ખેડૂતોને મદદરૂપ બને એજ સાચો નેતા તે ટંકારાના ધારાસભ્યએ ખેડૂત સાથે નિંદામણ કરીને ખેડૂતોનો જુસ્સો વધારીને તેમની સાદગીનો પરીચય આપ્યો હતો. તેમની સાથે ભાજપ આગેવાન અરવિંદભાઈ વાંસદળીયા અને બચુભાઇ અમૃતીયા પણ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments