Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆજથી ગૌરીવ્રત શરૂ : બાળાઓ પાંચ દિવસ સુધી ગોરમાની આરાધના કરશે

આજથી ગૌરીવ્રત શરૂ : બાળાઓ પાંચ દિવસ સુધી ગોરમાની આરાધના કરશે

મોરબી : હિન્દૂ રિવાજ મુજબ અષાઢી બીજથી તહેવારની શરૂઆત થાય છે. ત્યારે આજથી તા. 6-7-2025 ને રવિવારથી અગિયારસથી નાની બાળાઓના પાંચ દિવસીય ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે.

આ વ્રતમાં નાની બાળાઓ સવારે વહેલા ઉઠીને નદી, તળાવ, સરોવર અથવા ઘરે સ્નાન કરી નવા વસ્ત્રો અને આભૂષણ ધારણ કરી શણગાર કરે છે. તેમજ એક થાળીમાં અબીલ, ગલાલ, કંકુ, કેસર, સોપારી, કમળ કાકડી, નાડાછડી, ફળ, ફૂલ, નાગલા વગેરે ચડાવી ગોરમાનું પૂજન કરે છે. ત્યારબાદ જવેરાનું પૂજન કરે છે. આમ પાંચ દિવસ સુધી બાળાઓ એકટાણું કરે છે. આ દરમ્યાન બાળાઓ આખો દિવસ અલગ અલગ રમતો રમે છે. શિવ પાર્વતીની ઉપાસના કરે છે અને પાંચમા દિવસે એટલે કે પૂનમના દિવસે વ્રતનું ઉજવણું કરે છે. અને રાત્રે જાગરણ કરે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments