Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા મી.ના પોલીસ કોન્સ્ટેબલ વતી એક લાખની લાંચ લેતોવચેટિયો ઝડપાયો

માળીયા મી.ના પોલીસ કોન્સ્ટેબલ વતી એક લાખની લાંચ લેતોવચેટિયો ઝડપાયો

ખોટા કેસમાં ફિટ નહિ કરવા બદલ માંગી હતી લાંચ, મુખ્ય આરોપી પોલીસ કોન્સ્ટેબલ ફરાર

મોરબી : માળીયા મીયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલે એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહીં કરવા બદલામાં રૂપિયા એક લાખની લાંચ માંગતા, લાંચ નહિ આપવા ઇચ્છતા જાગૃત વ્યક્તિએ સુરેન્દ્રનગર એસીબીને જાણ કરતા એસીબી ટીમે ભીમસર ચોકડી નજીક લાંચનું છટકું ગોઠવી એક વચેટિયાને પોલીસ કોન્સ્ટેબલ વતી લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધો હતો. જો કે, આ કેસમાં લાંચિયો પોલીસ કોન્સ્ટેબલ ફરાર હોવાનું બહાર આવ્યું છે.

માળીયા મિયાણા તાલુકામાં રહેતા એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહિ કરવાના બદલામાં માળીયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ સીયાળ દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હતી. જો કે, અરજદાર ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી લાંચ અંગે સુરેન્દ્રનગર એસીબી ટીમને ફરિયાદ કરતા એસીબી ટીમે ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવતા કોન્સ્ટેબલ રાયમલભાઈએ લાંચની રકમ ગુલામરસુલ હૈદરભાઈ જામ નામના વ્યક્તિને આપવા જણાવતા એસીબી ટીમની હાજરીમાં આરોપી ગુલામરસુલ એક લાખની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. લાંચનું આ છટકું રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ સુરેન્દ્રનગર એસીબી પીઆઇ એમ.એમ.લાલીવાલા અને તેમની ગોઠવી સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments