સારા કાર્યો કરતા જાઓ તો સારા લોકો તમારી સાથે આપોઆપ જોડાતા જશે આ કહેવત ને યથાર્થ કરનાર મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા શ્રી કુબેર પ્રાથમિક શાળામાં ફુલસ્કેપ બૂકોનું વિતરણ કરાયું હતું, પોતાની આગવી સેવાકીય પ્રવૃત્તિઓથી મોરબી શહેરના જરૂરિયાતમંદ લોકોને વધારે ને વધારે ઉપયોગમાં આવી શકાય તે ભાવનાથી વર્ષ 2017 થી સતત કાર્યરત એવી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ધોરણ ત્રણ થી આઠ ના બાળકોને ફુલસ્કેપ બુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ માટે મોરબી ઇન્ડિયન લાયૉનેસ ક્લબ ના કાયમી દાતા એવા અમારા વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરા ના પતિ શ્રી જગદીશભાઈ ઘોડાસરાનો તારીખ 15 જુલાઈ એટલે કે આજરોજ જન્મદિવસ હોવાથી આ પ્રોજેક્ટ નું તમામ અનુદાન તેમના તરફથી અપાયું હતું અને અમારા આ સેવા યજ્ઞમાં તેઓ સહભાગી બન્યા હતા ..
આ તકે ક્લબ પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા તેમજ ક્લબના તમામ હોદ્દેદારો- મેમ્બરોએ શ્રી જગદીશભાઈ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી અને આજ રીતે તેઓ મોરબી શહેરને આ રીતની પ્રવૃત્તિઓમાં હર હંમેશ ઉપયોગી રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી કુબેર પ્રાથમિક શાળામાં આટલો સરસ પ્રોજેક્ટ આપવા બદલ શાળાના સંચાલક દ્રષ્ટિ શ્રી કલ્પનાબેન બારોટ તેમજ આચાર્યશ્રી ચંદ્રેશભાઇ દિલીપભાઈ બારોટ એ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.












