Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં 25 જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

ટંકારામાં 25 જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

ટંકારા : જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તારીખ 25 જુલાઈના રોજ સવારે 11 કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએસસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.

ઈચ્છુક ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વ-ખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments