Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના રાતાભેરમાં જુગાર રમતા 2 પકડાયા, 5 નાસી ગયા

હળવદના રાતાભેરમાં જુગાર રમતા 2 પકડાયા, 5 નાસી ગયા

હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પોલીસે આરોપી વિપુલભાઇ વરસીંગભાઇ કેરવાડીયા અને આરોપી વનરાજભાઇ નાગજીભાઇ ચૌહાણને રોકડા રૂપિયા ૧૧,૨૦૦ સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. જ્યારે આરોપી ભુપતભાઇ હનુભાઇ મકવાણા, સામતભાઇ રામજીભાઇ કેરવાડીયા, મુનાભાઇ કાળુભાઇ કેરવાડીયા, સંજયભાઇ નાથાભાઇ કેરવાડીયા અને આરોપી નવઘણભાઇ તેજાભાઇ કુણપરા નાસી જતા પાંચેય આરોપીઓને પોલીસે ફરાર જાહેર કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments