Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના અજય લોરિયા દ્વારા સિરામિક સિટી નજીક ખરાબ રસ્તાનું રિપેરીગ

મોરબીના અજય લોરિયા દ્વારા સિરામિક સિટી નજીક ખરાબ રસ્તાનું રિપેરીગ

મોરબી: મોરબીના નેશનલ હાઈવે પર લાલપર નજીક આવેલી સિરામિક સિટી સોસાયટી નજીક છેલ્લા દસ વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા રસ્તાનું સમારકામ થતાં સ્થાનિકોને હાલાકીમાંથી મુક્તિ મળી છે. અજય લોરીયા દ્વારા આ રસ્તાના ખાડા પૂરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેથી વાહનચાલકો માટે રસ્તો ફરીથી સુગમ બન્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રસ્તો છેલ્લા એક દાયકાથી અત્યંત ખરાબ હાલતમાં હતો. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહેતી અને ટુ-વ્હીલર ચાલકો માટે લપસી પડવાનો ભય રહેતો હતો. રસ્તાની આ કફોડી સ્થિતિને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ત્યારે અજય લોરીયાને આ અંગે જાણ કરાતા તેમણે તાત્કાલિક ધોરણે રસ્તાના સમારકામનું કામ શરૂ કરાવી દીધું હતું. તેમના દ્વારા ખાડા બૂરીને રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments