Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiઆમ આદમી પાર્ટીની સભામાં પ્રશ્ન બદલ લાફો મારનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

આમ આદમી પાર્ટીની સભામાં પ્રશ્ન બદલ લાફો મારનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

મોરબી:- મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં ઈશુદાન ગઢવીને પ્રશ્ન પૂછવામાં એક વ્યક્તિને લાફો પડ્યો હતો આ બનાવની પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા પંચાસર રોડ ઉપર એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આ સભાને સંબોધી હતી આ સભા દરમિયાન પ્રશ્ન કાલ થયો હતો જેમાં ભરતભાઈ ડાયાલાલ ફુલતરિયા ઉંમર વર્ષ 40 રહે નાની કેનાલ રોડ વાળાએ પ્રશ્ન પૂછવાનું કહી માઈક મેળવ્યું હતું. બાદમાં તેઓ આકરા પ્રશ્ન પૂછવા લાગતા ત્યાં ઉભેલા એક વ્યક્તિએ માઈક છીનવી લેવાનો પ્રયાસ કરી ભરતભાઈને લાફો માર્યો હતો આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો,

આ દરમિયાન રાત્રિના દોઢક વાગે ભરતભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસમાં લાફો મારનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવા અરજી આપવામાં આવી હતી એ ડિવિઝન પોલીસે અશ્વિનભાઈ કરશનભાઈ નાગપરા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી, ભોગ બનનાર ભરત ડાયાલાલ ફુલતરિયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની સભામાં સવાલ પૂછતા આરોપીએ એક ઝાપટ મારી બોલાચાલી કરી હતી આ સાથે સવાલ પૂછવા બાબતે ધમકી આપી હત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments